Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

બનાસકાંઠામાં અષાઢી માહોલ : કમોસમી છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર

વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળ ગોરંભયા : સીજનલ બીમારીનું પ્રમાણ પણવધ્યું

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ૫લટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.ત્યારે આજે વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળ ગોરંભાતા અષાઢી માહોલ જોવા મળ્યો હતો.

   આજે સવારે જીલ્લામાં કેટલાક સ્થળે કમોસમી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. હાલમાં જીલ્લામાં ખેડૂતોએ ઘઉં,જીરું,એરંડા,ઉનાળુ બાજરી સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.બીજી તરફ તાપમાનમાં ફેરફાર થતા સીજનલ બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

(12:52 pm IST)