Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત:પ્રિયંકા ગાંધીએ કર્યું પહેલું ટ્વીટ

જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે અસ્થાઈ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ આ ટ્વિટ કર્યા. જેમાં તેઓએ કહ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આવ્યા હતા. પ્રિયંકાએ મહાત્મા ગાંધીના એક કથનનો હવાનો આપતા બીજી ટ્વિટ કર્યું કે, જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે અસ્થાઈ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.

પ્રિયંકાએ યૂપી કોંગ્રેસની મહાસચિવ બન્યા બાદ પહેલીવાર ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. અડાલજમાં આયોજિત રેલીમાં પ્રિયંકાએ કહ્યું કે, મને ખબર હતી કે આજે બેઠક છે, પરંતુ મનમાં વિચાર્યું હતું કે ભાષણ નહીં આપવું પડે. હું ભાષણ નથી આપી રહી, પરંતુ મારા દિલની વાત કહી રહી છું. પહેલીવાર ગુજરાત આવી છું અને પહેલીવાર તે સાબરમતી આશ્રમ ગઈ જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષની શરૂઆત કરી હતી. ત્યાં બેસીને લાગ્યું કે આંખોમાં આંસુ આવી ગયા. તે લોકોની યાદ આવી જેઓએ દેશ માટે પોતાનું સઘળું ન્યોછાવર કરી દીધું.

(12:20 pm IST)