Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ભાજપમાં ટોળાના આધારે ટીકીટ અપાતી નથી, માટે જાળવજો...

શકિત પ્રદર્શન ન કરવા દાવેદારોને મુખ્યમંત્રી રૂપાણીની સલાહ

રાજકોટ તા. ૧૩ :.. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લોકસભાની ટીકીટના દાવેદારોને બિનજરૂરી શકિત પ્રદર્શન કરી વાતાવરણ નહિ ડહોળવા સલાહ આપી છે.

નિરીક્ષકો સેન્સ લેવા જાય ત્યારે કેટલાક સ્થાનો પર ટીકીટના દાવેદારો દ્વારા પાર્ટી, જ્ઞાતિ, વિસ્તાર વગેરેમાંથી મોટી સંખ્યામાં ટેકેદારોને રજૂઆત માટે લઇ જવાતા હોય છે. તેના કારણે વ્યવસ્થા અને રાજકીય વાતાવરણમાં વિપરીત અસર પડે છે. તેથી સંભવિત શકિત પ્રદર્શનો નિવારવા મુખ્યમંત્રીએ આવી સલાહ આપ્યાનું માનવામાં આવે છે.

ગઇકાલે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના રાજયભરના મુખ્ય અગ્રણીઓની મીટીંગમાં શ્રી રૂપાણીએ જણાવેલ કે ભાજપના ટોળાના આધારે ટીકીટ અપાતી નથી. માટે ટોળા ભેગા કરશો નહિ. દરેક કાર્યકરને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરવાનો અધિકાર છે. પણ ટીકીટના નિર્ણય દિલ્હીથી જ (કેન્દ્રીય નેતાગીરી) થતો હોય છે.

(12:01 pm IST)