Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ખેડૂતોને 'ર૦૧૯' ફળશેઃ ર૬૦૦ કરોડનો પાક વીમો તૈયારઃ

ધીરજના ફળ મીઠાઃ વીમાની બાકીની રકમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા સરકારનું વચન

રાજકોટ તા.૧૩: ગુજરાતના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે વિતેલા વર્ષના પાક વીમાનું ચૂકવણુ અઠવાડિયામાંજ થઇ જશે. વીમા કંપનીઓએ પાક વીમાની રૂ.૨૬૦૦ કરોડની રકમ મંજુર કર્યાના વાવડ છે મુખ્યત્વે મગફળીનો પાક વીમો છે. જયાં કપાસ વાવેલ ત્યાં કપાસનો પાક વીમો મળશે બન્ને મળીને રૂ.૨૬૦૦ કરોડ જેટલી રકમ થતી હોવાની માહિતી મળે છે જયાં વિવાદ હતો નહિ તેવી ૪૦૦ કરોડ જેટલી રકમ અગાઉ ચૂતવાઇ ગઇ છે બાકીના મોટાભાગના ખેડૂતોના ખાતામાં અઠવાડિયામાં પાક વીમાની રકમ જમા થઇ જશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઇકાલે ગાંધીનગરમાં ભાજપના નિરીક્ષકો, જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ વગેરેની બેઠકમાં આ માહિતી આપી હતી.

રૂ.૨૬૦૦ કરોડ જેવો પાક વીમો મળે તો તે ખેડૂતો માટે અગાઉના વર્ષોની સરખામણીએ ઘણી મોટી રકમ ગણાશે પ્રારંભિક તબક્કે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે આંકડાકીય વિવાદ ચાલતો હતો લાંબી કસરતના અંતે ઉકેલ આવ્યો છે. લોકસભાની ચૂંટણીના વર્ષમાં ખેડૂતોને રાજી કરવા મહતમ પાક વીમો અપાવવા માટે રાજય અને કેન્દ્ર સરકારે 'જહેમત'  ઉઠાવી હતી.

(11:43 am IST)