Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ઉમરેઠના વણસોલમાં રાત્રીના સુમારે બેંકનું તાળું તોડી તસ્કરોએ 50 હજારની મતાની ઉઠાંતરી કરી

ઉમરેઠ:તાલુકાના વણસોલ ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું ગત રાત્રીના સુમારે તાળુ તોડીને કોઈ તસ્કરો ૫૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર વણસોલ ગામે ભાડાના મકાનમાં કાર્યરત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય દરવાજાને મારેલું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી પહેલા રૂમમાંથી નેટવર્ક રાઉટર, મોડમ અને સ્વીચ મળીને કુલ ૫૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ અમદાવાદ ખાતે રહેતા મેનેજર રાજનભાઈ કનુભાઈ દેસાઈને કરવામાં આવતા તેઓ આવી ચઢ્યા હતા અને સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં રાત્રીના દોઢથી ત્રણ વાગ્યા સુધીમાં આ ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું હતુ. આ અંગે તેઓએ ભાલેજ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે ઘસી આવી હતી અને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:33 pm IST)