Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

તારાપુર-વટામણ રોડ પર કસ્બારા પાટિયા નજીકથી પોલીસે 6 બળદોને ટેમ્પામાં લઇ જતા બે શખ્સોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તારાપુર:તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા પાટીયા પાસેથી એક આઈશર ટેમ્પામાં છ જેટલા બળદોને કતલખાને લઈ જતાં બે શખ્સોને પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર તારાપુર પોલીસ સ્ટેટ હાઈવે પર પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે સવારના નવેક વાગ્યાના સુમારે કસ્બારા પાટીયા પાસે આવેલી હોટલ નજીક એક આઈસર ટેમ્પો નંબર જીજે-૨૧, વી-૪૯૬૭ આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં પાછળના ભાગે છ જેટલા બળદો ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં તેમજ ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા નહીં કરેલી હાલતમા મળી આવ્યા હતા. 

(5:32 pm IST)