Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ચિખોદરા ચોકડી નજીક કારની હડફેટે બાઈક ચાલક બેને ગંભીર ઇજા

ચીખોદરા: ચોકડી પાસે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ઈકો કારે બાઈકને ટક્કર મારતાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે નડીઆદથી દવા લઈને આવેલા મહેશભાઈ નગીનભાઈ ચાવડા પોતાના મિત્રના પુત્ર કેતનભાઈન બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. દરમ્યાન અવસર પાર્ટી પ્લોટ પાસે વળવાનું હોય તેઓ બાઈક ઉભુ રાખીને ઉભા હતા ત્યારે ચીખોદરા ચોકડી તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર નંબર જીજે-૨૩, સીએ-૭૯૧૦ ડીવાઈડર કુદીને બાઈક સાથે અથડાઈ હતી જેમાં બન્નેને ઈજાઓ થવા પામી હતી. બાઈક ચાલકને જમણા થાપે ફેક્ચર થઈ જવા પામ્યું હતુ જ્યારે પાંચ દાંત પણ પડી જવા પામ્યા હતા. 

(5:33 pm IST)