Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આંકલાવના ગંભીરામાં સામે જોવા બાબતે કાકા-ભત્રીજાને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

આંકલાવ:તાલુકાના ગંભીરા ગામે રહેતા યતીનભાઈ નગીનભાઈ હરીજન આજે સવારના સુમારે પોતાના કાકા વલ્લભભાઈ શંકરભાઈ હરિજન સાથે પુળા લઈને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કુટુંબી ભાણો રણજીતભાઈ બાબુભાઈ હરિજન મળ્યો હતો જેણે કહેલ કે તુ મારી સામે કેમ જુએ છે તેમ કહીને પોતાની પાસેનો લાકડાનો ડંડો માથામાં પાછળના ભાગે મારી દીધો હતો. 

જેથી વલ્લભભાઈ વચ્ચે પડતાં તેમને પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો. રણજીતનું ઉપરાણું લઈને રાજુભાઈ આવી ચઢ્યો હતો અને તેણે પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
 

(5:34 pm IST)