Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અંજારના રતનાલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો : મોટાભાઈને બદલે નાનોભાઈ આપતો હતો પરીક્ષા

સરકારી હાઇસ્કૂલમાંથીધોરણ 10ની પરીક્ષામાં ચેકીંગ વેળાએ ભાંડો ફૂટ્યો

 

અમદાવાદ ;રાજ્યમાં માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 12 અને ધોરણ 10 પરીક્ષાઓને લઇને  શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ અને ગેરરીતિ અટકાવવા સજ્જ છે. એવામાં એક દિવસમાં બે જિલ્લામાંથી બે ડમી વિદ્યાર્થી ઝડપાયા છે જેમાં કચ્છના અંજારમાંથી એક અને દ્વારકરામાંથી એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો.

   મળતી વિગત મુજબ અંજારના રતનાલ ગામે સરકારી હાઇસ્કૂલમાંથી એક ડમી વિદ્યાર્થી ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો. વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં જ્યારે તે પેપર લખી રહ્યો હતો ત્યારે ચેકિંગ દરમિયાન સમગ્ર હકીકત સામે આવી હતી. અને સામે આવ્યું કે મોટાભાઇને બદલે નાનો ભાઇ પરીક્ષા આપી રહ્યો હતો. હકીકત સામે આવ્યા બાદ ચેકિંગ સ્કવોડના અધિકારીઓ દ્વારા અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી. તપાસમાં સામે આવ્યું કે ભાઇ અગાઉ પણ આવી અનેક પરીક્ષા આપી ચૂક્યો હતો. તો બીજી બાજુ ડમી વિદ્યાર્થી ઝડપાતા જિલ્લામાં ચર્ચા જાગી હતી

(11:43 pm IST)