Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકારની જાહેરાતના હોડીંગ -બેનરો યથાવત;તંત્ર જાગશે ખરું ?

અમરેલીના ખાંભામાં હોર્ડિંગ ,રાજકોટમાં મેયર બંગલે ભાજપનો ધ્વજ :થરાદમાં પણ હજુ પોસ્ટરો લાગેલા

 

અમદાવાદ :લોકસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમરેલીના ખાંભામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાના હોડીગ યથાવત છે મામલતદાર કચેરીથી માત્ર 200 ફૂટ દૂર લાગેલા હોડીગ્સ અધિકારીઓને દેખાતા નથી. જૂની પોલીસ સ્ટેશનની નજીક હોડીગ્સ મારવામાં આવ્યા છે. શુ હોડીગ્સ ચૂંટણી પંચની આચારસંહિતામાં નહીં આવતું હોય કે કેમ?. એવો સવાલ ઉભો થયો છે

તોકોટમાં પણ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. આચારસંહિતા લાગી ગઇ હોવા છતાં પણ ભાજપના મેયરના બંગલે ભાજપનો ધ્વજ ફરકતો જોવા મળી રહ્યો છે. મેયરનો બંગ્લો રાજકોટ કોર્પોરેનની માલિકીની હોવા છતાં પણ અહીંયા ભાજપનો ધ્વજ ફરકી રહ્યો છે.

   બનાસકાંઠાના થરાદમાં આચારસંહિતાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. આચારસંહિતા લાગુ કરવામાં આવી હોવા છતા જાહેર રસ્તાઓ તેમજ સરકારી કચેરી આગળ હજુ સુધી પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. તેમજ ગઇકાલથી આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. તેમ છતા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા લેવાયા નથી. આખરે બેધ્યાન તંત્ર ક્યારે જાગશે ?.

(12:43 am IST)