Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ભરૂચમાં પુરપાટ ઝડપે દોડતી બાઇક સ્‍લીપ થતા ૨ યુવકોના મોત

ભરૂચ: ભરૂચમાં પુરપાટ ઝડપે બાઈક હંકારનાર બે યુવાનોના બાઈક સ્લીપ થઈ જતા મોત થયા હતા. ભરૂચમાં અયપ્પા મંદિર નજીક આવેલા ઝાડેશ્વર જતા રોડ પર બાઇક સ્લીપ મારતા બાઇક ઘસડાઇતા બંન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સ્લીપ ખાઇ રોડ પર પટકાયેલ બંને ઈસમોને સ્થાનિકો દ્વારા સારાવાર કરાવા માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટના રોડ પર આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ પણ દેખાય છે, કે બંન્ને બાઇક ચાલકો પુરપાટ ઝડપે રોડ પર બાઇક ચલાવી રહ્યા છે.

બાઇક ચાલકો ઝાડેશ્વર ચોકડી પાસેથી શહેર તરફ આવી રહ્યા હતા. ચાલકો પલ્સર બાઇક પર પુરપાટ ઝડપે સ્થળ પરથી પસાર થઇ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુન્હો નોઘીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ બંન્ને મૃતકો અંગે જાણાકારી મેળવવા નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

(4:39 pm IST)