Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ખેડુતોના પ્રશ્ને હોબાળોઃ વીરજી ઠુંમર ૧ દિ' માટે સસ્પેન્ડ

ગાંધીનગર તા. ૧૩ : ગુજરાત વિધાનસભામાં આજે કોગ્રેસના ધારાસભ્યોએ ખેડુતોના પ્રશ્નોના મામલે ભારે હોબાળો મચાવી દીધો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપો કર્યા હતા. બીજી તરફ કૃષિમંત્રી આર.સી.ફડદુના પ્રવચન દરમિયાન વચ્ચે બોલવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરને એક દિવસ માટેસસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ તેરી દાદાગીરી નહી ચલેગીના સુત્રોચ્ચાર સાથ વેલમાં ધસી આવ્યા હતા.ેજના પગલે આ ધારાસભ્યોને સાર્જન્ટની મદદથી બહાર લઇ જવામાં આવ્યા હતા જો કે સમગ્ર હોબાળા વચ્ચે આખરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભામાં ખેડુતોના મુદે ચર્ચા દરમિયાન કોંગ્રેસે ભાજપ સરકારની આકારી ઝાટકણી કાઢી છેકોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ખેડુતોનો મુદો ઉઠાવી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. તેમણેછ કરોડ પ્રજાની નહી પણ છ ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી.

તો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ટપક સિંચાઇ પધ્ધતિમાં સબસીડીના નામે ખેડુતો પાસેથી ભાવ ફેર નામે પાઇપના ૪૦ ટકા વસુલાતા હોવાનો આક્ષેપ કર્યો છે.

(4:28 pm IST)