Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમને ગુજરાત ભાજપને જોઈ ઉર્જા મળે છે :જો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી થશેઃ દેવેન્દ્ર ફડણવીસ

માંડવી ણ ધરમપુરમાં સંમેલન સંબોધતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

 

સુરત :લોકસભા ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા માંડવી અને ધરમપુર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કર્યું હતું.

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના માંડવી અને ધરમપુર ખાતે સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી અને ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કરતા જણાવ્યું કે, મને ખુશી છે કે આજે ગુજરાતના કાર્યકરોને મળવાની તક મળી છે. અમને ગુજરાત ભાજપને જોઈ ઉર્જા મળે છે. સંગઠન અને સત્તામાં રહી કેવી રીતે કામ થાય છે તે બતાવ્યું છે. ગુજરાત ભાજપ માટે જીત નવી વાત નથી. ગત વર્ષોની ચૂંટણી અને અત્યારની ચૂંટણીનો મુદ્દો અલગ છે. ચૂંટણીમાં ભાજપને નહીં પરંતુ ભારતને જીતડવાનું છે. મોદીના શાસનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.

(12:13 am IST)