Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

મહેમદાવાદના અમરાપુરામાં બે ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર ઇજા

ખેડા:જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અમરાપુરા ગામમાં તેમજ માતર તાલુકાના મહેલજ-ત્રાજ રોડ પર ગતરોજ સર્જાયેલા બે અકસ્માતોમાં બેને ઈજાઓ થવા પામી હતી

અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના અમરાપુરા ગામે ઘોડાલી રોડ પર આવેલ ભુમાપુરા મંદિર નજીક રહેતાં આતાભાઈ મંગાભાઈ ઝાલા ગતરોજ પોતાના ઘર નજીક આવેલ મુખ્ય માર્ગ પર ચાલતાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએફ ૬૩૦૪ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં મોટરસાઈકલ માર્ગ પર ચાલતાં જતાં આતાભાઈ ઝાલા સાથે ટકરાયું હતું. મોટર સાઈકલની ટક્કર વાગવાથી આતાભાઈ જમીન પર પટકાતાં ઈજાઓ થવા પામી હતી

(5:10 pm IST)