Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ગાંધીનગર નજીક અકસ્માતના બનાવમાં ભરખમ વધારો: સંતાનોની સામે માતાનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-નરોડા હાઈવેનું કામ ચાલી રહયું છે ત્યારે અહીં અકસ્માતના બનાવો પણ વધી રહયા છે ત્યારે ગઈકાલે સાંજે નરોડામાં રહેતો પરિવાર મોપેડ ઉપર ચિલોડાથી ઘરે જઈ રહયો હતો તે દરમ્યાન લવારપુર ગામના પાટીયા પાસે તેમનું મોપેડ સ્લીપ ખાઈ જતાં ત્રણેય જણા નીચે પટકાયા હતા જેમાં ભાઈ-બહેનની સાથે તેમની માતા રોડ ઉપર પટકાતા તેમના માથા ઉપરથી કોઈ અજાણ્યા વાહનનું ટાયર ફરી વળ્યું હતું અને તેમનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટના અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે નરોડામાં સ્વામીનારાયણ પાર્ક વસાહતમાં રહેતા કમલેશભાઈ કાંતિલાલ પંડયા ગઈકાલે તેમની માતા કમળાબેન અને મોટા બહેનને લઈ ઈસનપુર મોટા ગામે જનોઈ પ્રસંગમાં હાજરી આપવા મોપેડ લઈને પહોંચ્યા હતા.

 

(5:09 pm IST)