Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમદાવાદથી અછોડા તોડવા આવતી ગેંગની અમિતસર્કલ નજીકથી રંગેહાથે ધરપકડ

નડિયાદ:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અછોડા તુટવાના ઉપરાછાપરી બનાવો બની રહ્યા હોઈ શહેર પોલીસ દ્વારા રચવામાં આવેલી એન્ટી ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને અમદાવાદથી અછોડા તોડવા માટે વડોદરા આવતી અછોડાતોડ ગેંગને આજે સવારે અમિતનગર સર્કલ પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

 પોલીસે સ્કૂટર સવાર ત્રણ શકમદોની  પૂછપરછ કરતાં તેમના નામ () મનીષ ઉર્ફે મન્યો ઉર્ફે બત્તી ઘનશ્યામ પટેલ (રહે.માતૃભૂમિ ટેનામેન્ટ, નિકોલ, અમદાવાદ)  () ભૌમિક ઉર્ફે ઉર્ફે લાલો ભૂપેન્દ્ર ત્રિવેદી (રહે.સંતકર્મ નગર, નડિયાદ મૂળ રહે. અમદાવાદ) અને () જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશ કાકડિયા (રહે.કે.પી.રેસીડેન્સી, નિકોલ, અમદાવાદ મૂળ રહે.ભાવનગર) હોવાનું ખુલ્યું હતું.

(5:06 pm IST)