Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડયો નથી

સુરત તા. ૧૩ : સુરત રાજદ્રોહ કેસમાં પોલીસથી નાસતા ફરતા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને હવે રાજકીય રંગ લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની બે લોકસભા બેઠક પરથી તે ચૂંટણી લડી શકે છે. જો કે, આ બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડ્યો નથી. અલ્પેશ ભાજપ સિવાય કોઇપણ પક્ષમાં જોડાઇને ચૂંટણી લડશે.

આ પહેલા આવતી કાલે તે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડ ખાતે આવનાર છે. ત્યારે તેમની સાથે અલ્પેશ કથીરિયા બંધબારણે મીટિંગ કરી શકે છે. જો કે, આ બેઠક કયા સમયે થશે તે અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને વાતચીત થશે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, તે પોતે જેલમાં હશે તો પણ જેલમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અલ્પેશને જામીન મળી ગયા હતા. પરંતુ પોલીસ અધિકારી સાથે અભદ્ર વાતો કરતા ક્રાઇમબ્રાન્ચે કોર્ટમાંથી તેના જામીન નામંજૂર કરાવ્યા હતા.(૨૧.૨૪)

(3:45 pm IST)