Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમદાવાદમાં 1985ના કોમી રમખાણોમાં હેડ કોન્સ્ટેબલની હત્યા કેસમાં ભાજપના નેતા મયુર દવે સહીત પાંચનો નિર્દોષ છુટકારો

અમદાવાદના ખાડિયામાં વિસ્તારમાં વર્ષ 1985ના કોમી રમખાણો દરમિયાન હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઈની થયેલી હત્યાના કેસ સેસન્સ કોર્ટે ભાજપના નેતા મયૂર દવે સહિત પાંચ લાકોને નિર્દોષ જાહેર કયા છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, 1985ના રમખાણો દરમિયાન ખાડીયામાં કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇની હત્યા કરાઇ હતી. કેસમાં ભાજપના પૂર્વ મંત્રી અશોક ભટ્ટ, ભાજપના પૂર્વ સાંસદ હરિન પાઠક, મયુર દવે, કિરણ શાહ, મધુકર વ્યાસ, ધ્રુવ વ્યાસ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
 
કેસમાં સુપ્રીમ કોર્ટે 2017માં સ્ટે ઉઠાવી લેતા સેશન્સ કોર્ટેમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસમાં અશોક ભટ્ટ અને હરિન પાઠકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા

 

(8:44 am IST)