Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ટ્રેક્ટરની લોન ભરવાની માંગણી નહીં સંતોષતા છંછેડાયેલા સાસરિયાએ પરણીતાને કાઢી મૂકી

મહેસાણાના જોટાણાના સાંથલ ગામનો બનાવ :પાર્વતિબેનના પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દહેજ લાવવા ના પડતા સાસરિયાએ ઘરમાંથી ખદેડી મૂકી

 

મહેસાણા :જોટાણા તાલુકાના સાંથલ ગામની પરિણીતા પાસેથી .૦૦ લાખની ટ્રેકટરની લોન ભરવાની માંગણી નહીં સંતોષાતાં સાસરીયાંએ માર મારી ઘરમાંથી ખદેડી મુકી હતી પોતાના પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણીએ દહેજ લાવવાની ના કહી હતી જેથી સાસરીયાં છંછેડાયાં હતાં અંગે સાંથલ પોલીસે સાંથલના પાંચ સાસરીયાં વિરુધ્ધ ગુનો નોધ્યો હતો.

  કેસની વિગત મુજબ જોટાણા તાલુકાના સાંથલ ગામમાં વેકરીયા વાસમાં રહેતા દિનેશભાઈ ત્રિભોવનદાસ પટેલે પોતાની પત્ની પાર્વતીબેન પાસે ટ્રેકટરની લોન ભરવા માટે એક લાખની માંગણી કરી હતી અને પિયરથી નાણાં લઈ આવવા દબાણ કર્યું હતું. તેણીએ કહ્યું હતું કે મારા પિતા ગરીબ છે અને અગાઉ એકિસડન્ટ સમયે પ૦,૦૦૦ આપ્યા હતા તેણીએ પિયરમાંથી નાણાં લાવવાની ના કહેતાં છંછેડાયેલા પતિ પટેલ દિનેશભાઈ ત્રિભોવનદાસ, પટેલ આશાબેન ભરતભાઈ, પટેલ ત્રિભોવનદાસ હીરદાસ અને કમુબેન ત્રિભોવનદાસે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. સાસરિયાના ત્રાસથી અને મારથી કંટાળેલી પરિણીતાએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(9:25 pm IST)
  • પત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST

  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST