Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મોડાસાના ગઢડામાં દુકાનનું તાળું તોડી તસ્કરોએ 91 હજારના મુદ્દામાલની ચોરી કરી

મોડાસા: તાલુકાના ગઢડા ગામ નજીક આવેલા ઉમીયાનગર કંપા ગામ ખાતેની એક દુકાનમાં રવિવારની રાત્રીએ  તસ્કરોએ દુકાનના શટરનો નકુચો તોડી રૃપિયા ૯૧,૫૦૦ ની કિંમતનો સરસામાન ચોરી લીધો હતો.
આ તસ્કરો દુકાનમાંથી કોપર વાયર,પંખા,બેટરીઓ અને મોટર બાંધવાના વાયરો ચોરી જતાં આ તસ્કરી માં જાણ ભેદુનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતીે.વેપારીની ફરીયાદ બાદ મોડાસા રૃરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમીયાનગર કંપા ગામની સીમમાં રોડ ઉપર આવેલ શીવ શક્તિ ટ્રેડર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.રવિવારની રાત્રીએ દુકાનના શટરનો નકૂચો તોડી અંદર પ્રવેશી તસ્કરોએ રૃપિયા ૧૮,૩૦૦ ની રોકડ સહિતનો કિંમતી સરસામાન ચોરી લીધો હતો.આ દુકાનમાંથી તસ્કરોએ જુદીજુદી કંપનીના નળ નંગ ૭૦ કિંમત રૃપિયા ૩૦ હજાર,ભંગારનું કોપર વાયર ૨૫ કીલો રૃ.૫ હજાર,લાઈટ ફીટીગંના વાયરના ૧૦ બંડલ કિંમત રૃ. ૮ હજાર,પંખા નંગ-૬ કિંમત રૃ.૯ હજાર, લાઈટની મોટી બેટરીઓ નંગ-૮ કિંમત રૃ.૩૨૦૦ તથા મોટર બાંધવાના વાયર ૩ બંડલ કિંમત રૃ.૧૮નો સર સામાન પણ ચોરી લેતાં ચકચાર મચી હતી.

(6:39 pm IST)
  • કચ્છના દરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝબ્બેઃ ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાનના ૭ માછીમારો સાથે અલ હિલાલ નામની પાકિસ્તાની બોટ કોસ્ટગાર્ડે લીધી છે access_time 3:42 pm IST

  • વરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST