Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

નજીવી બાબતે મંજીપુરાની પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું

નડિયાદ:નજીક આવેલા મંજીપુરાની પરિણીતાને પતિએ દક્ષિણી સાડી કેમ પહેરી છે કહી મારઝૂડ કરી હતી. જેથી મનમાં લાગી આવતાં પરિણીતાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નડિયાદ મંજીપુરામાં હર્ષદભાઈ મૂળજીભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. ગઈકાલે પત્ની ચંદ્રિકાબેનને દક્ષિણી સાડી કેમ પહેરી છે તેમ કહી ગમેતેમ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે સાસુ શાંતાબેન દ્વારા ઉશ્કેરણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેથી દક્ષિણી સાડી પહેરવાના નજીવા મુદ્દે પતિએ માર મારતાં મનમાં લાગી આવતાં ચંદ્રિકાબેને ફીનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બનાવ અંગે ચંદ્રિકાબેન પરમારની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે હર્ષદભાઈ મૂળજીભાઈ તેમજ શાંતાબેન મૂળજીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:37 pm IST)