Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સાબરમતી જેલના કેદીઓ બનશે પેડવુમેનઃ સેનેટરી નેપકીન બનાવશેઃ ૧લી માર્ચથી ટ્રેનિંગઃ ૪ લાખના ખર્ચે યુનિટ ઉભુ થશે

અમદાવાદઃ મહિલાઓને માસિક દરમિયાન થતી મુશ્‍કેલીઓ બાબતે સામાજિક જાગૃતિ લાવનાર અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવી છે અને મહિલા કેદીઓ માટે સેનિટરી નેપકિન બનાવવા માટે જેલમાં જ એક યૂનિટ સ્થાપવાની વિચારણા કરી છે. સેનિટરી પેડનુ યુનિટ સ્થાપી જેલ તંત્રએ મહિલા કેદીઓને રોજગાર હેતુ  આ યુનિટ સ્‍થાપવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.

 

આ પ્રોજેક્ટ માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલ પબ્લિકેશન હાઉસ નવજીવન અને અમદાવાદના કર્મા ફાઉન્ડેશનનો સહયોગ મળી રહ્યો છે. સોમવારે એનજીઓ અને જેલ તંત્ર વચ્ચે કરાર થયો. એગ્રીમેન્ટ મુજબ નવજીવન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટનું સેટઅપ કરવામાં આવશે, કાચો માલ અને કેદીઓને પગાર પુરો પાડવામાં આવશે. ફાઇનલ પ્રોડક્ટને વેચાણમા મુકવાની જવાબદારી પણ બંને એનજીઓની જ રહેશે.

જેલ અધિક્ષકે જણાવ્યા મુજબ સાબરમતી જેલ તંત્રએ જેલમાં જ સેનિટરી નેપકિન બનાવવા માટે એનજીઓ સાથેના કરારની પ્રપોઝલ ઉપરી વિભાગને મોકલી આપી હતી, જેથી સોથી પણ વધુ મહિલા કેદીઓને રોજગારી અને વેતન આપી શકાય. હાયર ઑથોરિટીએ યૂનિટ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

નોંધનીય છે કે, કેટલાક વર્ષોથી નવજીવન ટ્રસ્ટ જેલમાં ગાંધી આઇડિયોલોજી સહિતની કેટલીક એક્ટિવિટીમાં સામેલ છે. મહિલા કેદીઓને રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે કર્મા ફાઉન્ડેશનને આ પ્રોજેક્ટ ઑફર કરવામાં આવ્યો હતો, એનજીઓએ આ પ્રપોઝલ સ્વિકારી લીધી હતી. કર્મા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રિયાંશી પટેલના જણાવ્યા મુજબ તેમણે ગત વર્ષે રાઇટ ટૂ ક્લિનલીનેસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે અંતર્ગત તેઓ મહિલા કેદીઓ સાથે કામ કરશે.

વધુમાં તેમણે કહ્યું કે, ‘જેલમાં અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે, જો કે મહિલા કેદીઓને જેલમાં કામ નથી મળી રહ્યું. ત્યારે સેનિટરી પેડના પ્રોડક્શન યૂનિટથી અહ્યાંની મહિલા કેદીઓને પણ કામ અને રોજગારી મળી રહેશે. મહિલા કેદીઓને 1લી માર્ચથી ટ્રેનિંગ આપવાનું શરૂ કરીશું અને પ્રોડક્શન યૂનિટ સેટઅપ કરવા માટે 4 લાખનો ખર્ચો થશે.’

(5:42 pm IST)
  • છત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST

  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST