Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમદાવાદ: વિજય બેંકમાં થયેલી 9.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો બે આરોપીઓની ધરપકડ

પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગારના શોખને કારણે બેંકમાંથી 9 લાખની ચોરી :હવે ઉત્તરાયણ જેલમાં

 

અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપરેટિવ બેંકમાં થયેલી 9.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગાર રમવા માટે બેન્કના પટાવાળાએ મિત્ર સાથે ચોરી કરી હોવાનૉ ઘટસ્ફોટ થયો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ બંને આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધિ.જેમને ધ વિજય કો ઓપરેટિવ બેન્કમાંથી વર્ષના છેલ્લા દિવસે રૂ 9.75 લાખની ચોરીને અંજામ આપ્યો.આ ચોરીનો માસ્ટર માઈન્ડ બેંકનો પટાવાળો વિમલ પટેલ છે.બેંકમાં ચોરી બાદ CCTV માં જોવા મળતી એક એક્ટિવાના ફુટેજથી ચોરીનો ભેદ ઉકેલાયો.પકડાયેલા બંને આરોપીઓમાં જાવેદ સંધી બેન્કમાંથી ચોરી કરીને એક્ટિવા લઈને વિમલના ઘરે પહોંચ્યો હતો ,પોલીસે CCTVમાં દેખાતી એક્ટિવાને ટ્રેક કરીને 400 થી વધુ CCTV ચેક કરીને આરોપી સુધી પહોંચી..આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન હતો અને જુગાર રમવાનો શોખીન હતો અને ગોવામાં કસીનો માં જુગાર રમતા દેવું પણ કરી ચૂક્યો હતો.જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો 

(12:12 am IST)