Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મહેસાણા જિલ્લામાં કપાસનો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશાલી : નવાવર્ષની શરૂઆતમાં ભાવ 2089એ પહોંચ્યો

ભાવ ડિસેમ્બરના અંતમાં 1971 સુધી હતા જે વર્ષની શરૂઆતમાં જ 2000 ઉપર બોલાયા

મહેસાણા જિલ્લામાં હાલમાં કપાસના પાકમાં તેજી જોવા મળી રહી છે મહેસાણા જિલ્લામાં હાલમાં કપાસનો ભાવ 2089 સુધી પહોંચ્યો છે ખાસ કરીને વિસનગર માર્કેટ યાર્ડ ના નવા વર્ષની શરૂઆતમાં જ કપાસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે હાલમાં વિસનગરમાં 15 થી વધુ કપાસ ની ગાડીઓ ની આવક નોંધાઇ રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ડિસેમ્બરના અંતમાં 1971 સુધી પહોંચ્યા હતા જે વર્ષની શરૂઆતમાં જ 2000 ઉપર બોલાઈ રહ્યા છે ગત રોજ વિસનગર માર્કેટ યાર્ડમાં 12051 બોરીની આવક નોંધાઇ હતી જેનો ઓછામાં ઓછો ભાવ 1000 અને વધુમાં વધુ ભાવ 2022 સુધી બોલાવ્યો હતો.

હાલમાં કપાસના પાકમાં ઓછા ઉતારા ને લઇ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં વિસનગર સિવાય કડી પણ કોટન માર્કેટનું હબ કહેવાય છે અને કડી આજુબાજુ અનેક કપાસની ફેક્ટરીઓ આવેલી છે.  કડીમાં પણ દૂર દૂર થી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે અને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. મહેસાણા જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે ખુબજ સારા ભાવ મળી રહ્યા છે

(11:00 pm IST)