Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સુરતમાં ઈ-ચલણનો દંડ નહિ ભરતા લોકો સામે પોલીસની કાર્યવાહી : નોટિસ ફટકારાઇ

અત્યાર સુધી આશરે 40 લાખ ઈ-ચલણ પોલીસ દ્વારા મોકલાયા પરંતુ દંડ ભરવામાં સુરતીઓ ઉદાસીન

સુરત ટ્રાફિક પોલીસ ઇ-ચલણના દંડની રકમ વસુલ કરવા હરકતમાં આવી છે. 1 હજારથી વધુ લોકોને પોલીસે નોટિસ ફટકારી છે. અત્યાર સુધી આશરે 40 લાખ ઈ-ચલણ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ તેની દંડની રકમ સુરતીઓએ ભરી નથી.

  સુરતના આશરે 54 પોઇન્ટ એવા છે જ્યાં ટ્રાફિક વ્યવસ્થા અને દંડ વસૂલવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. વર્ષ 2013થી સુરતમાં ઈ-ચલણની શરૂઆત થઈ હતી. સુરત ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વાહન ચાલકો પોતાના દંડની રકમ રૂબરૂ આવીને ભરી જાય. જો તેઓ આ નોટિસ મળ્યા બાદ પણ દંડની રકમ નહી ભરે તો કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે

(12:10 am IST)