Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

નાગરિકતા સંશોધન કાયદો એ બંધારણની વિરુદ્ધ :રદ કરવો જોઈએ :વડોદરામાં પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાની સટાસટી

સરકાર માત્ર રાજનૈતિક આરોપો લગાવે છે સરકારનો અર્બન નક્સલી શબ્દ એક ઝૂમલો છે.

વડોદરા : દેશના પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહા ગાંધી શાંતિ યાત્રા લઈને વડોદરા પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું વાઘોડિયા રોડના એક ખાનગી પાર્ટી હોલમાં યશવંત સિંહાએ લોકોને સંબોધન કર્યું હતું સાથે જ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો એ બંધારણની વિરુદ્ધ છે. સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આવનાર સંસદ સત્રમાં નાગરીકતા કાયદો રદ કરવામાં આવે અને દેશમાં એન આર સી લાગુ ન થાય તેવું જાહેર કરવામાં આવે.

  શાંતિ પૂર્વક આંદોલન કરી રહેલા લોકો પર અત્યાચાર કરવાને લઈને સરકાર પર પ્રહારો કર્યા અને જેએનયુમાં બનેલી ઘટનાની નિંદા કરતાં કહ્યું કે સરકારમાં બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. જે મામલામાં ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ. પ્રધાનમંત્રી અને ભાજપ દ્વારા દિલ્હી યુનિવર્સિટીઓમાં ભણી રહેલા લેફ્ટના વિદ્યાર્થીઓને અર્બન નક્સલી કહ્યા છે, ત્યારે યશવંત સિંહા એ ભાજપને પડકાર ફેંક્યો છે કે હિંમત હોય તો આવા અર્બન નક્સલીઓ સામે કાર્યવાહી કરો. સરકાર માત્ર રાજનૈતિક આરોપો લગાવી રહી છે અને સરકારનો અર્બન નક્સલી શબ્દ એક ઝૂમલો છે

(9:01 pm IST)