Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

રાજપીપળાના નમીતાબેન મકવાણાને ગુજરાતી ગૌરવ પારિતોષિક એનાયત

દેશની 51 શ્રેષ્ઠ મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ અપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ઉત્તરપ્રદેશ મથુરાની બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ગુજરાતના રાજપીપળાના શિક્ષિકા અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણાને દેશની 51 શ્રેષ્ઠ મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ અપાયો હતો.બાદ નમિતાબેન મકવાણાને શિક્ષણ વિકાસ પરિષદ દ્વારા (રાજ્ય અને નેશનલ એવોર્ડ શિક્ષકોનું સંગઠન) 2019 ના શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

  આ બે એવોર્ડ મેળવ્યા બાદ નમીતાબેન મકવાણાને ડો.દિપક પટેલ "કાશીપુરીયા" દ્વારા આયોજિત ગુજરાત જનકલ્યાણ સેવા સમાજ દ્વારા વાંચે ગુજરાત અને માતૃભાષા સંવર્ધન અભિયાન અંતર્ગત ગુજરાતી ભાષાની વિવિધ પ્રવૃતિઓમાં વિશિષ્ટ પ્રદાનની કદરરૂપે "માતૃભાષા-ગુજરાતી ગૌરવ પારિતોષિક" એનાયત કરાયો છે.નડિયાદ ખાતે યોજાયેલા આ સમારંભમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ગુજરાત નગરપાલિકા નાયબ કમિશનર ડો.મુકેશ ભાઈ પટેલ,જાણીતા કવયિત્રી ડો.દિના શાહ,લેખક પરાજિત પટેલ, સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડો.દીપકભાઈ કાશીપુરીયા લેખિત "તમે સફળ થવાના જ છો" પુસ્તકનું વિમોચન પણ થયું હતું. રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવી નમિતાબેન મકવાણાએ રાજપીપળા શહેર અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

(6:21 pm IST)