Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

આણંદના પણસોરા-મેઘવા રોડ નજીક 40 વર્ષીય યુવકનો મૃતદેહ ભેદી સંજોગોમાં ગટરમાંથી મળી આવતા તપાસ હાથ ધરાઈ

આણંદ: જિલ્લામાં આવેલ પણસોરા-મેઘવા રોડની સાઈડ ઉપર આવેલ ગટરમાંથી ૪૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ભાલેજ પોલીસ સ્ટેશનને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મરનાર યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થ દવાખાને ખસેડાઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉમરેઠ તાલુકાના મેઘવા ગામમાં આવેલ નાની ખડકીમાં રહેતા ગૌતમભાઈ ચંદુભાઈ પટેલ (ઉ. ૪૦) શુક્રવારના રોજ છાતીમાં દુ:ખાવો થતો હોવાનું કહીને ઘરેથી બાઈક ઉપર પણસોરા દવાખાને જઉ છું કહીને નીકળ્યા હતા તેઓ મોડી રાત્રી સુધી ઘરે પરત ન ફરતા તેઓના પરિવારજનો તપાસ કરવા નીકળ્યા હતા. તે દરમિયાન પણસોરા રોડ ઉપર પરિવારજનોને ગૌતમભાઈનું બાઈક રોડની બાજુમાં પડેલુ જોવા મળ્યું હતું અને નજીકમાં આવેલ ગટરમાં મૃત હાલતમાં નજરે પડ્યા હતા. આ અંગે પરીવાજનો દ્વારા ભાલેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમર્ટમ માટે દવાખાનો ખસેડાઈ હતી. આ અંગે ભાલેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


 

(5:22 pm IST)