Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મહેમદાવાદ: મોડજની પરિણીતા પાસે એક લાખના દહેજની માંગણી કરી સાસરિયાનો શારીરિક-માનસિક ત્રાસ

મહેમદાવાદ: તાલુકાના મોદજની પરિણીતા પાસે તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા એક લાખના દહેજની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મૂકતાં આ અંગે તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે પતિ, સાસુ-સસરાં અને દિયર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના શત્રુંડામાં આવેલ અદાજીવાળા ફળીયામાં રહેતાં કનુભાઈ ડાભીની પુત્રી મિનલબેનના લગ્ન ગત તા.૨૭-૪-૨૦૧૪ના રોજ મહેમદાવાદ તાલુકાના મોદજમાં રહેતાં જીગરભાઈ રમેશભાઈ ઉર્ફે કાભઈભાઈ ચૌહાણ સાથે થયાં હતાં. લગ્ન બાદ એક વર્ષ સુધી મિનલબેન માવતરના ઘરે જ રહ્યાં હતાં. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ સાસરીમાં ગયા હતા. જો કે બે મહિના જેટલો સમય વિત્યા બાદ મિનલબેન સાથે તેના પતિ જીગરે વાતચીત કરવાનું છોડી દીધું હતું. અને મિનલના હાથનું બનાવેલુ ભોજન જમવાનું પણ છોડી દીધું હતું. પતિ તેમજ સાસુ નીતાબેન રમેશભાઈ ચૌહાણ, સસરાં રમેશભાઈ ઉર્ફે કાભઈભાઈ પ્રભાતભાઈ ચૌહાણ અને દિયર નિકુલ રમેશભાઈ ચૌહાણ ઘરકામ બાબતે મિનલબેન સાથે અવારનવાર ઝઘડો કરતાં હતાં. અને તારા પિયરમાંથી કંઈ આપ્યું નથી, તારા મા-બાપે કંઈ શીખવાડ્યું નથી, તને કશુ આવડતુ નથી, અમારે તને રાખવી નથી કહી મ્હેણાટોણા મારતાં હતાં. ઘર બનાવવા માટે મિનલબેનને તેના પિયરમાંથી એક લાખ રૂપિયા લઈ આવવા માટેની માંગણી પણ સાસરીયાઓએ કરી હતી. પતિ તેમજ સાસરીયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ બંધ થાય તે હેતુથી મિનલબેનના પિતાએ ઘર બનાવવા માટે રૂ.૫૦,૦૦૦ આપ્યાં હતાં.

(5:21 pm IST)