Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મહુધાના ચુણેલ નજીક રાત્રીના સમયે સુતેલ સાસરિયા પર જમાઈએ જ્વલનશીલ પ્રવાહી નાખતા 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહુધા:તાલુકાના ચુણેલ ગામે રહેતા ચુનારા પરિવાર પર ગત રાત્રી દરમ્યાન તેમના જ જમાઇએ જ્વલનશીલ પ્રવાહી નાખી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મીયાંપુર, મહુધા ખાતે રહેતા જમાઇ અચાનક રાત્રી દરમ્યાન ઘરે આવી પહોંચ્યા હતા. જે દરમ્યાન સૂઇ રહેલા સાસરીયાઓ પર જ્વલનશીલ પ્રવાહી નાખતા પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહુધા તાલુકાના ચુણેલ ગામે રહેતા અશોકભાઇ ઉર્ફે લાલાભાઇ રમણભાઇ ચુનારાની દીકરી ભાવનાબેનના લગ્ન ૧૧ વર્ષ અગાઉ મીયાંપુર નગવાલ, તા.મહુધા ખાતે રહેતા સંજયભાઇ અર્જુનભાઇ ચુનારા સાથે થયા હતા. જેઓને સંતાનમાં એક ૧૦ વર્ષની દીકરી પણ છે. પરંતુ લગ્નગાળા દરમ્યાન આરોપી સંજયભાઇને તેમની પત્ની ભાવનાબેન સાથે અવાર નવાર ઝઘડા થતા હતા. જેના કારણે ભાવનાબેન કંટાળી ગયા હતા. જેથી તેઓ છેલ્લા થોડા દિવસોથી સાસરીમાંથી નિકળી પીયર રહેવા આવી ગયા હતા. ભાવનાબેન પરત સાસરીયે નહી જતા પતિ સંજયને મનમાં લાગી આવ્યું હતું અને ભાવનાબેનના પિતા અશોકભાઇ જ તેમને પરત સાસરીએ નથી આવવા દેતા દેવો વહેમ મનમાં ઘૂસી ગયો હતો. જેનો બદલો વાળવા શનિવારે રાત્રીના ૯ થી ૧૦ના ગાળામાં જ્યારે અશોકભાઇ પોતાના પરિવાર સાથે સૂતા હતા તે દરમ્યાન આરોપી જમાઇ સંજય પોતાના અન્ય સાથીઓ અશોકભાઇ (રહે. બાકરોલ તા.અમદાવાદ) અને પ્રતાપભાઇ (રહે. બાકરોલ જિ.અમદાવાદ)ને સાથે રાખી અશોકભાઇના ઘરે ગયા હતા.

(5:20 pm IST)