Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ખેડબ્રહ્મા નજીક પોલીસે બાઈક ચોરને ઝડપતા ચોરે પાંચ બાઈક ચોરીની કબૂલાત કરી

ખેડબ્રહ્મા:શહેરમાં દારૂની હેરાફેરી તેમજ વાહન ચોરી અંગે પોલીસે સખ્ત કાર્યવાહી કરતા અને કડક ચેકીંગ કરતા બસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાઈક ચાલકને પકડી પાડી તેની પૂછતાછમાં અન્ય 5 બાઈકો જુદી જુદી જગ્યાએથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે કુલ 6 મોટરસાયકલ કિંમત રૂ. 1,25,000નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

ખેડબ્રહ્મામાં અગાઉ વાહનચોરીના બનાવો તેમજ વિદેશી દારૂની હેરાફેરી અંગે ખેડબ્રહ્મા પી.એસ.આઇ. વિ.બી. પટેલ એ.એસ.આઇ. વિષ્ણુભાઇ તેમજ અન્ય સ્ટાફ ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં કડક ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન એક બાઈક ચાલક આવતા તેને રોકવા પ્રયત્ન કરતા નાસવા જતા પકડી પાડી બાઈકના કાગળો માંગતા તે રજુ કરેલ નહીં જેથી તેને વધુ પુછપરછ કરતા તેનું નામ રમેશભાઇ રામાભાઇ પરમાર ઉ.વ. 20 રહે. બારા તા. પોશીનાનો હોવાનું જણાવેલું તેમજ તે જે બાઈક લઇને આવેલ તે બાઈક ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલમાંથી ચોરી કરી હોવાનું જણાવેલ તેમજ વધુ પૂછપરછ કરતા અન્ય 6 બાઈકો ચોરી હોવાની કબુલાત કરી હતી. જેમાં 1. એક બાઈક અમીરગઢથી, 2. એક બાઈક પાલનપુરથી, 3. કાળા કલરની મોટર સાયકલ, 4. કાળા કલરનું બાઈક, 5. કાળા કલરનું બાઈક મળી તેમજ તેની પાસેથી મળી આવેલ બાઈક મળી કુલ રૂ. 1,25,000નો મુદ્દામાલ પોલીસે પકડેલ છે. હજુ તે આરોપીની પૂછપરછ ચાલુ છે. જેથી હજુ કેટલી બાઈકો ચોરી તે તપાસમાં બહાર આવશે.

(5:19 pm IST)