Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બાયડ તાલુકાના મુવાડા નજીક અગમ્ય કારણોસર ખેડૂતે ખેતરમાં ઝાડ પર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પાંચ વિરુધ્દ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

બાયડ:તાલુકાના પટેલના મુવાડા ગામે ગત શનીવારની સવારે ગામના ખેડૂતે પોતાના ખેતરના શેઢે લીમડાના ઝાડે ગળે ફાંસો ખાઈ લેતાં જ ગામ સહિત પંથકમાં ચકચાર મચી હતી.મૃતકના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખનાર પોતાના પુત્રને કેટલાક લોકો રૂપિયા પડાવવા ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપતા હોવાનં ફરીયાદ માં જણાવતાં પોલીસે મૃતક પાસેથી મળેલી  મોબાઈલ ફોનમાંની વોઈસ સુસાઈટ નોટ ના આધારે પાંચ વિરૃધ્ધ દુષ્પ્રરણનો ગુનો નોંધ્યો હતો.

સાઠંબા નજીક આવેલા પટેલના મુવાડા ગામે પિતા,પત્નિ અને બે સંતાનો ના પરીવાર સાથે ખેડૂત અનીલભાઈ પટેલ રહેતા હતા.આ ખેડૂતની પત્નિ બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.જયારે અનીલભાઈ  પોતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.ગત શનીવારને સવારે 8.30 વાગે ઘરેથી ખેતરમાં ગયેલા આ ખેડૂતે ખેતરના શેઢે આવેલા લીમડાના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈ લેતાં જ પરીવારજનો ચોંકી ઉઠયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

(5:17 pm IST)