Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વડોદરાના માંજલપુરમાં ભેજાબાજે ગાડી ખરીદવાના બહાને માલિક પાસેથી 2.80 લાખ પડાવી લીધા

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારના ભેજાબાજ અશ્વિન પટેલે વધુ એક ગાડી ખરીદવાના બહાને પડાવી લઇ માલિકને પૈસાની ચુકવણી પણ ના કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મકરપુરામાં શ્રીજીનગર ખાતે રહેતા તેમજ બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાજુ ચન્દ્રકાંત વિચારે તા.૧૫ મેના રોજ બપોરે ઘેર  હતા ત્યારે તેમના મિત્ર ભરત ડાંગે એક વ્યક્તિને ઘેર લઇને આવ્યા હતા અને તે વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. તે વ્યક્તિએ પોતાનું નામ અશ્વિન પરસોત્તમ પટેલ (રહે.શીવરામનગર, અલવાનાકા, માંજલ્પુર) જણાવ્યું હતું અને પોતાની મીત ટ્રાવેર્લ્સ નામની તરસાલી બાયપાસ પાસે ઓફિસ છે તેમજ રાજુભાઇની સફેદ તવેરા લેવાની વાત કરી હતી. ઉપરોક્ત  વિગતો સાથેની ફરિયાદ રાજુ વિચારેએ અશ્વિન સામે નોંધાવતા મકરપુરા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે મહા ઠગ એવા અશ્વિન પટેલ સામે ગાડી ભાડેથી લેવા અથવા વેચાણના બહાને ઠગાઇની પાંચ ફરિયાદો પણ નોંધાઇ છે.

(5:11 pm IST)