Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વડોદરાના કલાભવન ગ્રાઉન્ડ ખાતે પોલીસના દરોડા: તિબેટિયન માર્કેટમાં ગેરકાયદે કાપડ વેચનાર 8 ઝડપાયા

વડોદરા: શહેરના કલાભવન ગ્રાઉન્ડ ખાતે તિબેટીયન માર્કેટમાં પોલીસે દરોડો પાડી જાણીતી બ્રાન્ડની કંપનીના કપડાનું ગેરકાયદે વેચાણ કરતા આઠ વેપારીને પોલીસે ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે તિબેટીયન માર્કેટમાં લીવાઇસ તેમજ સુપરડ્રાય કંપનીના રેડીમેડ કપડાનું ગેરકાયદે વેચાણ થાય છે તેવી બાતમીના આધારે શહેર પીસીબીએ દરોડો પાડી નવ દુકાનોમાંથી લીવાઇસ અને સુપરડ્રાય કંપનીના રૃા.૪.૯૨ લાખ કિંમતના ૩૧૨ નંગ શર્ટ, ટી શર્ટ, જેકેટ અને પેન્ટ કબજે કરવામાં આવ્યા  હતાં.

પોલીસે કુત્સોક છોજોર નાશી, લાખપા ધોડુપ ગેલપો, જીગ્મેય તેનજી શેરપ, ધનબહાદુર ખડગસિંગ થાપા, કર્માસીરીગ સીરીગ સોપેઆ, મંગલસિંગ સુંદરસિંગ નેગી, લોબસંગ ધોન્ડુપ ચોવગ અને તેનજીન દોર્જી મોટુપની ધરપકડ  કોપીરાઇટ એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવી હતી.

(5:10 pm IST)