Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

હિટ એન્ડ રન: અમદાવાદમાં બાઈક પર જતા સાળા-બનેવીને આઇસરે હડફેટે લેતા સાળાનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: શહેરમાં હીટ એન્ડ રનના બનાવમાં બારેજા પાસે બાઈક પર જઈ રહેલા સાળા બનેવીને આઈસરે અડફેટે લેતા સાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરૈયા પાટીયા પાસે ડમ્પરે અજાણ્યા શખ્સને ટક્કર મારતા તેનું મોત થયું હતું. બન્ને બનાવમાં વાહનચાલકો અકસ્માત કરીને ભાગી છુટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 સરખેજમાં ગાયત્રીનગર પાસે રહેતા મિતેશભાઈ એમ.ચુનારા (૨૫) સાણંદમાં રહેતા તેમના સાળા અશ્વિનભાઈ આર.ચુનારા (૨૪)ને લઈને બાઈક પર પતંગ દોરી લેવા જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ બારેજા પાસે મુક્તિપુરા પાટીયા પાસે પહોંચ્યા ત્યારે નવાગામ તરફથી રૌંગ સાઈડમાં આવેલી આઈસરે તેમને ટક્કર મારી હતી. જેમાં બન્ને નીચે પટકાતા સારવાર અર્થે તેમને નારોલમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં અશ્વિનભાઈનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યુંહતું. અસલાલી પોલીસે બનાવ બાદ ભાગી ગયેલા આઈસર ચાલકની શોધ હાથ ધરી છે.

 

(5:09 pm IST)