Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ડેડીયાપાડામા કરુણા અભિયાન ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત વનવિભાગ દ્વારા રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપડા તાલુકાના પીપલોદ, સગાઈ, ફુલસર,સોરાપાડા રેન્જની ટિમોના સંયુક્ત ઉપક્રમે રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી મુખ્યત્વે પશુ પક્ષીઓને ધાતકી ચાઈનીઝ દોરાઓથી થતા નુકસાન સંદર્ભે જનજાગૃતિના કેળવવાના ભાગરૂપે વન વિભાગે કાઢી હતી જે ડેડીયાપાડાના મુખ્ય માગૉ પર ફરી હતી.

 નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની વન વિભાગની અલગ અલગ પાંચ રેન્જ દ્રારા કરુણા અભિયાન ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત રેલી યોજવામાં આવેલી આ રેલી દેડીયાપાડાના માગૉ પર ફેરવીને વિવિધ જગ્યા પર લોકોને ધાતકી ચાઈનીઝ દોરીઓથી પશુ પક્ષીઓને થતા નુકશાન અંગે જાણકારી આપવામા આવી હતી અને ધાતકી ચાઈનીઝ દોરીનો બહિષ્કાર કરી પક્ષીઓને ઉત્તરાયણના તહેવાર દરમિયાન જે નુકસાન થાય છે તે ન થાય એ માટે અપીલ કરી કરાઈ હતી

 

  સાથે સાથે ડેડીયાપાડા પોલીસ તેમજ વનવિભાગની ટીમોએ સાથે મળીને દેડીયાપાડા શહેરમાં પતંગોની દુકાનો પર ચેકિગ પણ હાથ ધર્યું હતું જોકે આ ચેકીંગ માં ક્યાંયે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

(3:50 pm IST)