Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વડગામના પસવાદળ ગામમાં સ્કૂલમાં જ શિક્ષક સહીત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામ લોકોએ ઝડપ્યા

નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યા.

વડગામના પસવાદળ ગામે લક્ષ્‍મીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતમાં કલંક રૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં શિક્ષક ખોડાભાઈ સહિત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામના લોકોએ ઝડપી પાડ્યા હતા અને  નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યા. ત્યારે છાપી પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

(1:44 pm IST)