Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સાયરાની યુવતી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને ફાંસીની માંગ સાથે વિરમગામમાં કેન્ડલ માર્ચ

વિવિધ માંગણીઓને લઇને મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ ટાઉન પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )વિરમગામ: અરવલ્લીના મોડાસાના સાયરા ગામની યુવતી સાથે દૂષ્કર્મ અને હત્યાના મામલે રાજ્યભરમાં લોકો દેખાવો  કરી રહ્યા છે ત્યારે  મોડાસાના સાયરા ગામની યુવતીના દૂષ્કર્મ અને હત્યાના આરોપીઓને ફાંસીની સજા માંગ સાથે વિરમગામ ખાતે વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકના સર્વ સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી મુખ્યમંત્રીને અનુલક્ષીને પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું.

   વિરમગામ શહેરના ભરવાડી દરવાજા થી ગોલવાડી દરવાજા અને ટાવર સુઘી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી, વિવિઘ બેનરો અને ફાંસીની સજા માંગ સાથે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકોએ રેલી જોડાયા હતા. યુવતીના દૂષ્કર્મ-હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગ, યુવતીના પરીવારજનો ને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ₹ 25 લાખની સહાય સહિતની વિવિઘ માંગણીઓને લઇને મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ ટાઉન પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(1:28 pm IST)