Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમદાવાદના વાતાવરણમાં પલટો : વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો ઘેરાયા

કમોસમી વરસાદની શકયતા વચ્ચે વેપારીઓ અને પતંગ રસિયાઓમાં ઘેરી ચિંતા

અમદાવાદ : રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા છે. વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ જોતા કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કાલે ઉત્તરાયણ હોઈ પતંગ રસિયાઓ સજ્જ થયાં છે.

 ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે માંડ બજારમાં ઘરાકી ખુલી છે ત્યારે બદલાયેલા વાતાવરણને કારણે વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. પતંગ રસિયાઓની ચિંતામાં ય વધારો થયો છે. કેમ કે, વરસાદ ક્યાંક ઉત્તરાયણની મજા બગાડે નહિ, જો વરસાદ આવશે તો પતંગ રસિયાઓનો ખેલ ખલાસ. હવામાન વિભાગે પણ ગુજરાતમા કમોસમી વરસાદની આગાહી કરી છે તે જોતા પતંગ રસિયાઓનો તો અત્યારથી મૂડ ઓફ થયો છે.

(1:12 pm IST)