Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કોંગ્રેસ હવે આકાશમાં ઉડતા પતંગોમાંથી કરશે રાજય સરકાર સામે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ દ્વારા વિવિધ સ્લોગન સાથેના તૈયાર પંતગોની ૪૮ વોર્ડમાં વહેંચણી

અમદાવાદઃ ઉતરાયણના દિવસે કોંગ્રેસ હવે આકાશમાંથી વિરોધ કરશે. કોંગ્રેસે સરકારનો વિરોધ કરતા વિવિધ સ્લોગન લખેલા પતંગો તૈયાર કર્યા છે. જે પતંગોનું વિતરણ કરીને કોંગ્રેસ સરકારનો અનોખી રીતે વિરોધ કરવાનું છે.

રાજય સરકારને ઘેરવાની વ્યૂહરચનાના ભાગરૂપે અમદાવાદ કોંગ્રેસે વિવિધ સ્લોગન સાથેના પતંગો તૈયાર કરીને ઉતરાયણના દિવસે કોંગ્રેસે રાજય સરકારને દ્યેરવાનો સજ્જડ પ્લાન તૈયાર કર્યો છે. તેલ મોંઘુને દારૂ સસ્તો, મોંઘવારીનો માર જનતા પરેશાન જેવા અનેક વિધ સ્લોગન સાથેના તૈયાર કરેલા પતંગો કોંગ્રેસે અમદાવાદના ૪૮ વોર્ડમાં વહેંચ્યા છે. જે પતંગો હવે ઉતરાયણના દિવસે આકાશમાં ઉડતા જોવા મળશે. કોંગ્રેસ ધરતીની સાથે સાથે હવે આકાશમાંથી રાજય સરકારને દ્યેરવા પ્રયત્ન કરશે.

 મોંઘવારી, દારૂ જેવા મુદ્દાઓની સાથે સાથે ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે પણ રાજય સરકારને દ્યેરવા માટે પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે ચોક્કસપણે કોંગ્રેસે રાજય સરકારને ઘેરવા માટે પતંગનો સહારો લઇને આકાશથી વિરોધ નોંધવાનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે સાથોસાથ વિરોધ કરવાની આ રાજનીતિમાં આકાશમાં ઉડતા વિહંગ એટલે કે પક્ષીઓને નુકસાન ન થાય તે જોવાનું પણ જરૂરી બની જાય છે.

(1:12 pm IST)