Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

દીપિકાની 'છપાક' ફિલ્મ ગુજરાતમાં ટેક્ત ફ્રી કરવા કૉંગ્રેસની માંગણી : સ્પેશિયલ શોનું કરશે આયોજન

ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે પરંતુ સમાજના સંવેદનશીલ મુદ્દાઓ પર ભાજપ ધ્યાન આપતી નથી

ગાંધીનગર : 'છપાક' ફિલ્મને લઇને રાજનીતિ થઇ રહી છે કોંગ્રેસ શાસિત રાજ્યમાં છપાક ફિલ્મ ટેક્સ ફ્રી કરાઈ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે.

  કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ  જણાવ્યું છે કે, એસિડ એટેક જેવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટેની આ ફિલ્મ છે. આ ફિલ્મ રાજ્ય અને કેન્દ્ર સરકારે ટેક્સ ફ્રી કરવી જોઇએ. ઉદ્યોગપતિઓનાં દેવા માફ કરવામાં આવે છે, તેઓને મોટી મોટી રાહત અપાય છે. પરંતુ સમાજનાં સંવેદનશીલ મુદ્દાઓ પર ભાજપ ધ્યાન આપતી નથી. ગુજરાતનતી સંવેદનશીલ સરકારે ગુજરાતમાં આ ફિલ્મ ટેક્સ ફી કરવી જોઇએ. ગુજરાત કોંગ્રેસ આ ફિલ્મ માટે એક સ્પેશિયલ પ્રિમિયર શો ગોઠવશે.

અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસમાં હિંસાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારપછી સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' નો બહિષ્કાર કરવાની માગ ઉઠી, તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે. #boycottchhapaak ટ્રેન્ડ થવાની સાથે જ 'છપાક' ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ છુપાવવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો.

(12:29 pm IST)