Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જાનના જોખમે જવામર્દીભરી ફરજ બજાવનાર જાંબાઝોનું વડોદરામાં સન્માન

પૂર્વ ડીજીપી પી.સી. ઠાકુર અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ફુલડે વધાવાયા

રાજકોટઃ. વડોદરાના નિવૃત પોલીસ કર્મચારીઓના એસોસીએશન દ્વારા પોતાની જાનના જોખમે જવામર્દીભરી ફરજ બજાવનાર પોલીસ તથા વિવિધ સામાજિક કાર્યકર્તાઓનું બહુમાન ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. ૪૭ જેટલા બાળકોને સહીસલામત સ્થળે ખસેડનાર પોલીસમેન પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સામાજિક ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરનાર કુમારી નિશિતા રાજપૂતને સન્માનિત કરાયા હતા. ઉકત પ્રસંગે રાજ્યના કાર્યદક્ષ નિવૃત ડીજીપી પ્રિતમસિંહ ઠાકુર, એમ.કે. ટંડન, ડી.કે. ધગલ અને વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જાતે ઉપસ્થિત રહી સંસ્થાની શાન વધારી હતી. એસોસીએશનના પ્રમુખ કિશોરસિંહ ચૌહાણે જણાવેલ કે, એસોસીએશન દ્વારા હવેથી દર વર્ષે સારી કામગીરી કરનારનું બહુમાન થશે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે એસોસીએશનના આવા પ્રસંશનીય કાર્યને બિરદાવી શહેર પોલીસ અને પોતાના દ્વારા તમામ જાતનો સહકાર આપવા ખાત્રી આપી હતી.

(12:03 pm IST)