Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

એજી વિકાસનું ૨૬મું અધિવેશન યોજાયું: ૨૦ હજાર કર્મચારીઓ ઉમટી પડ્યાઃ CAA તરફે સમર્થનઃ ઠરાવ

કુલ ૩૨ હજારો સભ્યોઃ કામદારોના હકક માટે સહકારની સરકારને ખાત્રી

 રાજપીપળા, તા.૧૩: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, ઉર્જાક્ષેત્રમાં ટ્રેડ યુનિયન પ્રવૃત્ત્િ।માં છેલ્લા વર્ષ ૧૯૬૨ થી કાર્યરત છે.અને યુનિયનની સભ્ય સંખ્યા આશરે ૩૨૦૦૦ છે. કામદારોની સતત ચિંતા કરી, પ્રશ્નોનો નિકાલ કરી કામદારોનું હિત જાળવતા યુનિયનનું અંબાજી ખાતે ૨૬ મુ અધિવેશન યોજાય હતું જેમાં આશરે ૨૦૦૦૦ હજાર જેટલા કર્મચારીઓએ હાજરી આપી હતી.

આ અધિવેશનમાં ભરતભાઇ પંડ્યા,(પ્રમુખ અ.ગુ.વિ.કા. સંઘ), પ્રદેશ પ્રવકતા બીજેપી ,ગુજરાત, ગુજરાત સરકારના મંત્રી વાસણભાઇ આહીર, સાંસદ પરબતભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહી તેમણે કામદારોના હક્ક માટે જરૂરી સહકાર આપવા ખાતરી આપી.તથા સંદ્યનુ સામાજિક, રાજકીય ક્ષેત્રમાં યોગદાનની પ્રશંસા પણ કરી અને કેન્દ્ર સરકારના સમર્થનમાં તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સમર્થનમાં સંદ્યના યોગદાન વિશે વાતો વાગોળી  હતી. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ CAA ના કાયદાના સમર્થનમાં ભરતભાઇ પંડ્યા દ્વારા ઠરાવ મૂકી સંગઠન દ્વારા તે પાસ કરવામાં આવ્યો હતો.

(11:57 am IST)