Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બગોદરા હાઇ-વે પર ૧૬ લાખનો દારૂ ઝડપાયો

ટ્રક ઉભી ન રાખતા પીછો કરીને મીઠાપુરના ભોગાવો પુલ પાસે પકડાઇ જતા રાજસ્થાનના બુટલેગરનું નામ ખૂલ્યું

વઢવાણ, તા. ૧૩ : અમદાવાદ રેન્જ આઈજી એ.કે.જાડેજા તથા અમદાવાદ ગ્રામ્ય ડીએસપી દ્વારા અસામાજીક પ્રવૃત્ત્િ।ઓને રોકવા તેમજ રાજસ્થાન, હરિયાણા, પંજાબ રાજયના સક્રિય બુટલેગરો દ્વારા ગુજરાત રાજયમાં ચોરી છુપીથી મોકલવામાં આવતાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં વાહનો પકડી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે ધોળકા એએસપી નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ બગોદરા પીએસઆઈ એમ.પી.ચૌહાણ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન બગોદરા હાઈવે પર વોચ ગોઠવી હતી અને ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી બગોદરાથી રાજકોટ તરફ ટ્રક જતી હોવાની બાતમીના આધારે બગોદરા ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી જે દરમ્યાન બાતમીવાળી ટ્રક પસાર થતાં તેને ઉભી રાખવાનું જણાવતાં ટ્રકચાલકે ટ્રક ઉભી રાખી નહોતી આથી ટ્રકનો પીછો કરી મીઠાપુર ગામનાં ભોગાવો પુલ પાસે ઉભી રખાવી ટ્રકની બંધ બોડીના ભાગે ચેક કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૯૨૪ કિંમત રૂ.૧૫,૬૯,૬૦૦ તથા ટ્રક કિંમત રૂ.૫,૦૦,૦૦૦ તથા મોબાઈલ કિંમત રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૨૦,૭૧,૬૦૦ના મુદ્દામાલ સાથે આરોપી રધુનાથરામ ધર્મારામ બિસનોઈ રહે.ભાગલભીમ રાજસ્થાનવાળાને ઝડપી પાડયો હતો જયારે કાળુઙ્ગ આસુજી બિસનોઈ રહે.ડાહોલ જિ.જાલોર રાજસ્થાનવાળાએ ઈંગ્લીશ દારૂ ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે તમામ મુદ્દામાલ સહિત આરોપીને ઝડપી પાડી બાગોદરા પોલીસ મથકે સોંપી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બગોદરા પોલીસે છેલ્લા બે દિવસમાં ઈંગ્લીશ દારૂ અને બે ટ્રક સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(11:54 am IST)