Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

' લખતા કવિના હાથ ધ્રૂજે છે' : ભાજપના પીઢ નેતા જયનારાયણ વ્યાસની કવિતાથી રાજકીય ગરમાવો

કવિતામાં દેશમાં બેકારી, સ્ત્રીઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર અને લુલી સરકાર પર વાત કરી હતી

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર દેખાઇ રહેલા ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની એક કવિતાથી રાજકીય ગરમાવો આવી ગયો છે, તેમને સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે, જેનું શિર્ષક છે "લખતા કવિના હાથ ધ્રૂજે છે" તેમને ભાજપની સરકારમાં દેશની ગંભીર સ્થિતીની ચિંતા કરી છે.

 

 કવિતામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ એક રીતે તેમના જૂના સાથી અને હાલના પીએમ નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરી રહ્યાં છે, કવિતામાં દેશમાં બેકારી, સ્ત્રીઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર અને લુલી સરકાર પર વાત કરી હતી.

   જયનારાયણ વ્યાસે પોસ્ટ કરેલી કવિતાથી કોંગ્રેસને પણ મોદી અને ભાજપ સરકાર સામે બોલવાનો માકો મળી ગયો છે, કોંગ્રેસનું કહેવું છે કે હવે તો ભાજપના સિનિયર નેતાઓ પણ દેશની ગંભીર સ્થિતીથી લોકોને જાગૃત કરી રહ્યાં છે,

 બીજી તરફ જયનારાયણ વ્યાસે આ માત્ર કવિતા હોવાની વાત કરી છે, જો કે તેઓ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, કારણ કે તેઓ પણ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં હોવાની ચર્ચા છે.

(11:41 am IST)