Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમદાવાદના કૃષ્ણનગરમાં યુવતી પર પાડોશી યુવકની એસિડ ફેંકવાની ધમકી

અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસિડ નાંખી જાનથી મારી નાખવાની યુવતીને ધમકી

અમદાવાદ : કૃષ્ણનગર વિસ્તારમાં યુવતી ઉપર એસિડ ફેંકવાની ધમકી આપ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા વ્યક્તિએ યુવતીને એસિડ અટેકની ધમકી આપી છે. અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસિડ નાંખી જાનથી મારી નાખવાની યુવતીને ધમકી આપી છે

  પરિવાર બહારગામ ગયો હોવાથી તકનો લાભ લઇ પાડોશીએ યુવતીને ધમકી આપી છે. જેને પગલે યુવતીએ ધમકી આપનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે તેમજ શારીરિક છેડતીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

(11:19 am IST)