Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાંચ મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ

વુમન્સ પોલીસની એક ટીમે સાંઈ શ્રધ્ધા સોસાયટીમાં દરોડો પાડયો: 10 હજારથી વધુનો મુદામાલ કબ્જે

વડોદરા: શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સાંઈ શ્રધ્ધા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલાઓને હરણી પોલીસની ટીમે રંગેહાથ ઝડપી પાડી છે પકડાયેલી મહિલાઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૦,૨૬૦ જપ્ત કરીને તેઓની સામે જુગારધારાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી

પોલીસ સૂત્રો  મુજબ, શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સાંઈ શ્રધ્ધા સોસાયટીમાં કેટલીક મહિલાઓ જુગાર રમે છે તેવી બાતમી હરણી પોલીસને મળી હતી. જેને આધારે વુમન્સ પોલીસની એક ટીમે સાંઈ શ્રધ્ધા સોસાયટીમાં દરોડો પાડયો હતો.જેમાં જુગાર રમતી પાંચ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી

  . પકડાયેલી મહિલાઓમાં જ્યોતિબેન ઉર્ફે મમતા નારાયણભાઈ દુલાણી, મોનિકા ઢોલુભાઈ રામચંદાણી, લાજવંતીબેન નારાયણભાઈ પંજવાણી , માયા કિશોરકુમાર ખેમચંદાણીનો સમાવેશ થાય છે. પોલીસે પાંચે મહિલાઓ સામે જુગારધારાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.  

(11:11 am IST)