Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગાંધીનગરમાં એલઆરડી મામલે છેલ્લા 36 દિવસથી લડત કરતા બહેનોમાંથી ત્રણ બહેનોની તબિયત લથડી

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ: સરકારનું કોઈ પ્રતિનિધી વાતચીત માટે ફરક્યુ નથી

ગાંધીનગરમાં એલઆરડી મામલે વિરોધ કરી રહેલી બહેનોની તબિયત બગડી રહી છે. છેલ્લા 36 દિવસથી આંદોલન કરી રહેલા બહેનોમાંથી ત્રણ બહેનોની હાલત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

 છેલ્લા 36 દિવસથી આંદોલન ચાલુ હોવા છતા સરકારનું કોઈ પ્રતિનિધી વાતચીત માટે ફરક્યુ નથી. શિયાળાની ઠંડીમાં પોતાનો અભ્યાસ ઘર છોડીને આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની માંગ પર સરકાર કોઈ ધ્યાન ન આપતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે.

(11:19 pm IST)