Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગઝલકાર રમેશ ચૌહાણના પુસ્તક 'પીળો પડછાયો'નું મોરારીબાપુના હસ્તે વિમોચન

પુસ્તકમાં પરંપરાગત ગઝલથી કંઈક અલગ આધુનિક જમાનાનો ટચ

અમદાવાદ : જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણના પુસ્તક પીળો પડછાયો પુસ્તકનું વિમોચન  મોરારીબાપુના હસ્તે કરાવાયુ હતું  આ ગઝલ સંગ્રહમાં રમેશભાઈએ વેદનાની વાત કરી છે. પીળો પડછાયો રમેશભાઈનો ત્રીજો ગજલસંગ્રહ છે જેમાં તેમણે પરંપરાગત ગઝલથી કંઈક અલગ આધુનિક જમાનાનો ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. ગઝલમાં સીસીટીવી અને મલ્ટીકલર મોબાઈલની પણ વાત કરાઈ છે. રમેશભાઈ આમ તો સરકારી કર્મચારી છે. પરંતુ છેલ્લા 14 વર્ષથી સાહિત્ય સાથે સંકળાયેલા છે

  . પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં જાણીતા કવિ રાજેશ વ્યાસ, તુષાર શુક્લ જેવા કવિઓએ કાવ્યપઠન કર્યુ હતો  શ્યામલ અને સૌમીલ દ્વારા સુગમ સંગીત રજૂ કરાયુ

(11:09 pm IST)