Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મોડાસાકાંડ : પરિવારજનોએ રૂરલ પોલીસ સ્ટેશનને કર્યો ઘેરાવ : પીઆઇ રબારીની બદલી : ઉચ્ચ અધિકારીઓ દોડ્યા

પરિવારે કહ્યું કે, યુવતી એકલી ઝાડ પર કેવી રીતે ચડી શકે ? ચડીને ફાંસો કઇ રીતે ખાઇ શકે ?

મોડાસા : સાયરા ગામની યુવતીનાં અપહરણ મુદ્દે પોલીસને 11માં દિવસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો 12માં દિવસે સમગ્ર મુદ્દો અત્યંત ગુંચવાયેલો છે યુવતીનાં પરિવાર અને સમાજનાં લોકોમાં ભારે રોષ છે. પરિવારે કહ્યું કે, યુવતી એકલી ઝાડ પર કેવી રીતે ચડી શકે ? ચડીને ફાંસો કઇ રીતે ખાઇ શકે ? પરિવારજનો બધા ભેગામળી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને દેખાવો કર્યા હતા. પરિવારનો આરોપ હતો કે આ સમગ્ર ઘટનામાં ન માત્ર પીઆઇ પરંતુ એસપી પણ ગોળ ગોળ વાતો કરે છે. તેઓ કોઇ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી. 
સમગ્ર મુદ્દે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ સરકારની મંશા પર પણ ખુબ જ સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે રબારીની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી છે.

  પોલીસ સ્ટેશને હોબાળો થયાની જાણ થતાની સાથે જ એસસી-એસટી સેલનાં ડીવાયએસપી એસ.એસ ગઢવી મોડાલા રૂરલ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

(8:41 am IST)